JIO USER NEW OFFER 5 YEARS END FREE SERVICE

JIO યૂઝર્સ માટે ખુશખબરી, 5 વર્ષ સુધી આ 'સર્વિસ' ફ્રી
રિલાયન્સ જિયો અને સ્ટાર ઇન્ડિયાની વચ્ચે 5 વર્ષની પાર્ટનરશીપ થઇ છે. આ પાર્ટનરશિપ લાઇવ ક્રિકેટ મેચને લઇને છે. એમાં ટી20, વનડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ મેચ સામેલ છે. આ ઉપરાંત એમાં BCCIના ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.
જિયો પ્રાઇમ યૂઝર્સ માટે સર્વિસ ફ્રી હશે, પરંતુ હોટસ્ટાર કસ્ટમર્સને એના માટે પ્રીમિયમ મેમ્બરશિપ ખરીદવી પડશે જેની કિંમત 199 રૂપિયા પ્રતિ મહિના છે. એક વર્ષ માટે 999 રૂપિયા થાય છે. જિયો
ટીવી અને હોટસ્ટારની આ પાર્ટનરશિપનો સીધો ફાયદો જિયો કસ્ટમર્સને થશે.
રિલાયન્સ જિયો આવતા 5 વર્ષ સુધી ક્રિકેટ મેચ લાઇવ જોઇ શકશે અને એના માટે એમને અલગથી કોઇ પૈસા આપવા પડશે નહીં. નોંધનીય છે કે રિલાયન્સ જિયોની પાસે બ્રોડકાસ્ટિંગનું લાયસન્સ નથી અને એની હરાજીમાં રિલાયન્સ જિયોએ પણ બીડ કર્યું હતું. પરંતુ જિયો અને સોનીને પાછળ છોડીને સ્ટાર ઇન્ડિયાએ બીસીસીઆઇથી બ્રોડકાસ્ટિંગ ડીલ કરી છે જે લગભગ 6,138.1 કરોડ રૂપિયાની છે. એટલે સ્ટાર ઇન્ડિયાની પાસે હવે પાંચ વર્ષ માટે BCCIની તમામ મેચ દેખાડવાનું લાયસન્સ છે અને એટલા માટે જ રિલાયન્સ જિયોએ સ્ટારની સાથે કરાર કર્યો છે.